Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ

નિત્યા મુંબઈમાં રહે છે, તે 23 વર્ષની છે અને તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે તાજેતરમાં આર્કિટેક્ટ બની હતી અને હાલમાં એક મોટી ફર્મમાં ઈન્ટર્નિંગ કરી રહી છે. બીજી તરફ, આરવ 27 વર્ષનો છે અને યુએસમાં રહે છે. તેના માતા-પિતા અને બહેન ભારતમાં રહે છે, જ્યારે તે કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. વાર્તા શરૂ થાય છે જ્યારે આરવ તેના ક્રિસમસ વેકેશન માટે ભારત આવે છે. તેના માતાપિતા તેને તેમના જૂના પરિવાર સાથે લગ્ન કરવા વિનંતી કરી રહ્યા છે.

All Episodes

નિત્યા આર્કિટેક્ટ તરીકેની કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે અને તે પુરું કરવા કોલેજમાં એડમિશન લે છે, અને ધીરે ધીરે કોલેજના વાતાવરણમાં પોતે ઢળી જાય છે. કેટલીક ભૂતકાળ ની યાદો વર્તમાન માં વિચાર રૂપે તાજી થાય છે.
“કોલેજના મિત્રો બ્રિન્દા , અરૂપ , માધવી સાથે ગાળેલો મસ્તી ભર્યો સમય તેમજ બ્રિન્દા અને અરૂપની મિત્રતા પ્રેમ માં પરિણમે છે, તે સંભારણા નિત્યાના વિચારોમાં યાદ સ્વરૂપે આવે છે. સૌ મિત્રો પોતપોતાના જીવનમાં ગોઠવાય જાય છે અને નિત્યા માધવીના પપ્પા ની આર્કિટેક્ટ ફર્મમાં જોડાઈ જાય છે.
આર્કિટેક્ટ તરીકે નિત્યા પ્રગતિ કરે છે અને એક રીડેવલપમેન્ટના મળેલા પ્રોજેક્ટ ને લીડ કરતા સમયે તેની મુલાકાત આરવ સાથે થાય છે. કામના કારણે નિત્યાની આરવ સાથેની વારંવાર થતી મુલાકાત એક નવા સંબંધ તરફ આગળ વધે છે.
નિત્યા અને આરવની રોજબરોજની મુલાકાત અને નિયમિત થતી ટેલિફોનિક વાતો એકબીજા પ્રત્યે નવી લાગણીઓમાં રૂપાંતરિત થાય છે. આરવનો સંઘર્ષ ભર્યો ભૂતકાળ અને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા, કારકિર્દીમાં કરેલી સખત મહેનતની જાણ નિત્યાને થતાં, તેનો આરવ પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ બને છે.
નિત્યાની મુલાકાત આરવના મમ્મી-પપ્પા સાથે થાય છે અને તે દરમિયાન આરવ યુ.એસ. પાછો જવાનો છે, તેની જાણ નિત્યાને થતા બંનેના સંબંધમાં એક દૂરી પેદા થાય છે. નિત્યાના મનની મૂંઝવણ તેની મિત્ર માધવી જાણી જાય છે, અને તે નિત્યા અને આરવની મુલાકાત થાય તેવો પ્રયત્ન કરે છે.
માધવી નિત્યાને તેની લાગણીઓ વિશે પૂછે છે અને નિત્યા આરવ સાથેના પ્રેમનો એકરાર કરીને તેની સાથે યુ.એસ. જાય તેવો પ્રસ્તાવ આપે છે, પણ નિત્યા તેના પપ્પાની કથળતી જતી તબિયત ને કારણે યુ.એસ. જઈ નહિ શકે, અને મમ્મી પપ્પા ને તેની ખાસ જરૂર છે તેવુ જણાવે છે. આ જ મૂંઝવણ સાથે તે ઉદાસી માં એકલવાઈ થઈને આરવથી અને સામાન્ય જીવનથી પોતાને વધુ દૂર ને દૂર કરતી જાય છે.
આરવ નિત્યાને મનાવવાનો પ્રયત્ન કરે છે અને આ સંબંધમાં આગળ કેવી રીતે વધી શકાય તેનો નિવેડો લાવવા નો પણ પ્રયત્ન કરે છે, પરંતુ નિત્યા અને આરવની કૌટુંબિક પરિસ્થિતિને કારણે નિત્યા યુ.એસ. જવા અને આરવ ઇન્ડિયા માં રહેવા અસમર્થ હોવાથી બંને ના છૂટા પડવાના સંજોગોનું નિર્માણ થાય છે.
પરિસ્થિતિને સ્વીકારીને નિત્યા કઠોરતા સાથે જીવનમાં આગળ વધી જાય છે. આરવ પણ અલગ થવાનો દર્દ તીવ્રપણે અનુભવે છે, પરંતુ કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓને કારણે તેને કમને પણ પરિસ્થિતિને સ્વીકારવી પડે છે. નિત્યા સાથે સંપર્ક કરવાના આરવના વારંવાર ના પ્રયત્નો નિષ્ફળ જતા તે દર્દના ઊંડા દરિયામાં ડૂબતો જાય છે.
સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન એવી સોનિયા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધતાં એક બાળકનો પિતા બને છે.
ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ બોન્ડીંગ તેઓને જીવનમાં ફરીવાર એક કરે છે.
0 0 votes
Rating
Subscribe
Notify of
0 Comments
Inline Feedbacks
View all comments

Related Shows

0
Would love your thoughts, please comment.x
()
x

Connect With Us!

Join our Social Media Family